હડમતિયામાં ખેલાશે નાના બાળકોની ક્રિકેટ ટુર્નામેન્ટ HPL (હડમતિયા પ્રિમિયર લીગ)

- text


નાના ભુલકાઅોને મોબાઈલથી છુટકારો અપાવવા “હડમતિયા યુવક મંડળ” નો નવતર પ્રયોગ

હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયા ગામના યુવાનો દ્વારા અેક નવતર પ્રયોગ ઘડી કાઢવામાં આવ્યો છે કે આધુનિક યુગમા નાના બાળકો અભ્યાસને બદલે મોબાઈલ ઈન્ટરનેટમાં જ રચ્યા પચ્યા રહે છે. તાજેતરમાં જ ” બ્લુ વ્હેલ ગેમ” જેવી ખતરનાક ગેમ કે અન્ય ગેમનો શિકાર બનવાના કિસ્સા બહાર આવ્યા છે ત્યારે આવી ગેમ કે ઈન્ટરનેટનો ભોગ ન બને અને ક્રિકેટ જેવી બાળકોની ફેવરીટ રમત રમાડીને મોબાઇલ ઈન્ટરનેટ તરફનુ કેન્દ્રીત થયેલ ધ્યાન દુર થાય તે હેતુથી ” હડમતિયા યુવક મંડળ” HPL (હડમતિયા પ્રિમિયર લીગ) દ્વારા બાળકોની ટીમ બનાવી ૧૦-૧૦ અોવરનો મેચ રમાડશે. આ ટીમમાં ૯ થી ૧૪ વર્ષના બાળકો જ ભાગ લઈ શકશે અને દર રવિવારે રોજ ૪ મેચ રમાશે.આ ટુર્નામેન્ટમાં ૮ ટીમો ભાગ લઈ રહી છે તમામ ટીમોને સ્પોન્સરોઅે ખરીદી લીધેલ છે. તા.૨૬/૧૧/૨૦૧૭ થી શરુ થશે અને ફાઈનલ મેચ તા.૧૭/૧૨/૨૦૧૭ ના રોજ રમાશે.

- text