ફિલ્મ પદ્માવતી ઉપર પ્રતિબંધ મુકતા મોરબીમાં ફટાકડા ફૂટ્યા

- text


મોરબી કરણીસેના દ્વારા નગર દરવાજા ચોકમાં ઢોલ-નગારા વગડાવ્યા

મોરબી: અંતે વિવાદિત બૉલીવુડ ફિલ્મ પદ્માવતી પર રાજ્ય સરકારે વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી પ્રતિબંધ મુક્તા ગઈકાલે મોરબીમાં ઢોલ-નગારા વગાડી ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતિમાં રાજપૂત સમાજના ઇતિહાસને તોડી મરોડી રજૂ કરવામાં આવતા ગુજરાત જ નહીં બલ્કે સમગ્ર દેશમાં ભારે વિરોધ વંટોળ ઉઠ્યો હતો.

- text

આ મામલે રાજ્યભરમાં જિલ્લા-તાલુકા મથકોએથી ક્ષત્રિય સંગઠનો અને કરણીસેના દ્વારા આંદોલન ચલાવવામાં આવતા અંતે ગુજરાત સરકારે ક્ષત્રિય સમાજનો રોષ અને લાંબી લડત જોતા આ વિવાદિત ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારના આ નિર્ણય ને ગઈકાલે મોરબી કરણીસેનાએ વધાવી લઇ નગર દરવાજા ચોકમાં ઢોલ-નગારા વગડાવ્યા હતા અને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.

- text