મોરબીમાં લગ્નની લાલચે સગીરનું અપહરણ

- text


મોરબી:મોરબીના સનાળા બાયપાસ પર રહેતી સગીરાનું બાવજી શખ્સ લગ્નની લાલચે અપહરણ કરી જતા ગુન્હો નોંધાયો છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સનાળા બાયપાસ પર રહેતા પ્રજાપતિ પરિવારની ૧૭ વર્ષની સગીરાને સનાળા બાયપાસ રોડ પર રહેતો કાળિયો રામાનંદી બાવાજી નામનો શખ્સ લગ્નની લાલચે ગત તારીખ ૫ નવેમ્બરના રોજ અપહરણ કરી જતા આ મામલે સગીરાના પિતાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધ્યો છે અને વધુ તપાસ પીએસઆઇ વાઘેલા ચલાવી રહ્યા છે.

- text