ધ્રાંગધ્રા નજીક મોરબીના સીરામીક સ્ટાફની કાર પલટી : બે ના મોત

- text


વાઈબ્રન્ટ સમીટમાં આવતી વેળાએ અર્ટીગા કારનું ટાયર ફાટ્યું : ત્રણ ગંભીર

ધ્રાંગધ્રા : આજે વહેલી સવારે ધ્રાંગધ્રા હાઇવે ઉપર માલવણ અને ધ્રુમઠના પાટિયા વચ્ચે અર્ટિગા કારનું ટાયર ફાટતા ગાંધીનગર વાઈબ્રન્ટ સમિટમાં આવી રહેલ સનોરા સીરામીકના લેબ ટેક્નિશયન સહિત બે ના મોત થયા છે અને ત્રણ યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા છે.

જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે મોરબીથી ગાંધીનગર વાઈબ્રન્ટ સીરામીક સમીટમાં આવી રહેલ સનોરા સીરામીકના લેબ ટેક્નિશયન અને તેમના મિત્રોની અર્ટીગા કાર નંબર જી.જે.૩૬ બી-૪૫૦૮ નું ટાયર માલવણ ચોકડી અને ધ્રુમઠ ગામના પાટિયા નજીક બ્લાસ્ટ થતા કર્મ સવાર પાંચેય યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

- text

દરમિયાન સનોરા સીરામીકને માલીક સવજીભાઇ પટેલનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે તેમની ફેકટરીના લેબ ટેક્નિશયન રાહુલભાઈ તેમના મિત્રો સાથે ગાંધીનગર આવી રહ્યા હતા ત્યારે ટાયર બ્લાસ્ટ થતા બે વ્યકતીના મોટ નિપજ્યા હતા અને કારમાં સવાર અન્ય ત્રણ યુવાનોને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે સુરેન્દ્રનગર અને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.

વધુમાં આ કારમાં સનોરા સીરામીકના લેબ ટેક્નિશયન રાહુલભાઈ તથા તેમના મિત્રોમાં સાગરભાઈ, રાજુભાઇ, હરપાલસિંહ અને વિજયભાઈ સવાર હોવાનું જાણવા મળ્યું છે.

- text