મોરબીના ઓમ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને સામગ્રી વિતરણ

- text


મોરબી:સમાજમાં અમુક લોકો લાખોનું દાન કરીને પોતાના નામની તખ્તી લગાવે છે તો અમુક લોકો કરોડોનું દાન કરીને સ્ટેજ પર માન-સન્માન મેળવે છે અને અમુક લોકો જમણા હાથે દાન કરે તો ડાબા હાથને પણ ખબર પડવા દેતા નથી.કઈક આવું જ કાર્ય કરે છે મોરબીનું ઓમ ગ્રુપ,કે જેઓ જરૂરિયાતમંદોને જરૂરી ચીજ વસ્તુ પહોંચાડી ક્યાંય જાહેરમાં આવતું નથી.

- text

મોરબી શહેરમાં ઓમ ગ્રુપ દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃતિમા ગઈકાલે મોરબીના બે મિત્રો તરફથી કીટ લેનાર દરેક લાભાર્થીઓને તુવેરદાળ (૫૦૦ ગ્રામ) અને મગ (૫૦૦ ગ્રામ) તેમજ ૧૦૦ ગ્રામ ચાહના ૧૪૦ પેકેટ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી તેઓની ઉપસ્થિતિ કીટ વિતરણ વખતે પણ નો’તી

ધન્ય છે આ ગ્રુપને કે જેઓ મુંગા દીવડા સમાજના કો’ક ખુણે બેસીને છાનામાના ટમટમી રહ્યાની ઉક્તિ મુજબ જરૂરિયાત મંદોની સેવા કરી રહ્યા છે.

- text