ટંકારાના મિતાણામાં કાનૂની શિબિર યોજાઈ

- text


ટંકારા:ટંકારા તાલુકાના મિતાણા ગામે તાલુકા સેવા સતા મંડળ દ્વારા પ્રથમ કાનૂની શિબિર યોજાઈ હતી જેમાં વિધાર્થીઓ અને ગ્રામજનોને કાનૂની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ટંકારા તાલુકા ની સેવા સત્તા મંડળ તરફથી પ્રથમ કાનૂની સેવા શિબિર તાલુકાના મિતાણા ગામે અમૃતમ સ્કૂલ માં યોજાઈ હતી.

- text

જેમાં ટંકારા કોર્ટ ના જજ શ્રી યાદવ સર,બાર એસોસિયેશન ના પ્રમુખ સંજય ભાગીયા ,અમિત જાની, નિમાવતભાઈ,પરેશ ઉજરીયા,તેમજ સ્કુલ ના ટ્રસ્ટી દેવજીભાઈ,વિદ્યાર્થી મીત્રો, સ્ટાફ ગણ વગેરે હાજરી આપી માર્ગદર્શન મેળવ્યુ હતું.

- text