હળવદના ટીકરમાંથી દેશી બંદૂક સાથે યુવાન ઝડપાયો

- text


 મોરબી:હળવદના ટીકર ગામની સીમમાંથી એસઓજી સ્ટાફે પટેલ યુવાનને દેશી બનાવટની બંદૂક સાથે ઝળપી લેતા ચકચાર જાગી છે.

મોરબી એસઓજી.પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.સાટી તથા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ હળવદ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે ટીકર ગામથી ઢસી જવાના માર્ગે કેરથરીની સીમમાં દલસુખભાઈ કાશીરામભાઈ બાપોદરિયા ઉ.૩૪ રે.માધવનગર,ટીકર વાળો પાસ પરમીટ વગર દેશી બનાવટની બંદુક સાથે રાખી મળી આવતા, આર્મ્સ એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હળવદ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવેલ હતો.

- text

આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.સાટી તથા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પો.હેડ.કોન્સટેબલ શંકરભાઇ ડોડીયા, કિશોરભાઈ મકવાણા, પ્રવીણસિંહ ઝાલા, ,જયસુખભાઈ વસીયાણી, ફારૂકભાઈ પટેલ પટેલ સહિતનાઓએ કરી હતી.

- text