મકનસર નજીક બે ટ્રક અથડાતા એકનું મોત

- text


મોરબી:મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર ગત સાંજે મકનસર નજીક એક ટ્રક આગળ જતાં ટ્રક પાછળ અથડાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

- text

જાણવા મળ્યા મુજબ મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર ગઈકાલે સાંજે મકનસર નજીક ટ્રક નં-જીજે ૧૨ બીવી ૪૧૭૪ પસાર થતો હતો તે દરમિયાન પાછળથી આવતો ટ્રક જીજે ૩ એટી ૩૫ ટી ના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા આગળ જતા ટ્રક સાથે ધડાકાભેર અથડાયો હતો

આ ઘટનામાં ભુરાભાઈ પીઠાભાઈ મેડા (ઉ.૨૫)નું મોત નીપજ્યું હતું.ઘટના અંગે તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

- text