મોરબીના રામમહેલ મંદિરના પુનઃનિર્માણ કાર્યનું ખાત મુહૂર્ત

- text


ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,પવિત્ર યાત્રાધામ બોર્ડના રાજુભાઇ ધ્રુવ સહિતના અગ્રણીઓનાં હસ્તે ભૂમિપૂજન

મોરબી: વર્ષ ૨૦૦૧માં નુકશાન પામેલ મોરબીના વિખ્યાત રામમહેલમંદિરના પુનઃનિર્માણ માટે ગુજરાતસરકારના પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્વારા રૂ.૮૮ લાખ મંજુર કરતા શનિવારે રામમહેલના પુનઃ નિર્માણ કાર્યનું ખાત મુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના દરબાર ગઢ નજીક આવેલું પ્રાચીન રામ મહેલ મંદિર ૨૦૦૧ ના વિનાશકારી ભૂકંપ માં જોખમી રીતે નુકશાન પામ્યું હતું જે પ્રાચીન મંદિરના પુનઃ નિર્માણ માટે ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાના પ્રયાસોથી ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂપિયા ૮૮ લાખ મંજુર કરવામાં આવ્યા છે ત્યારે રામ મહેલ મંદિરના પુનઃ નિર્માણ કાર્ય માટે ભૂમિ પૂજન અને ખાતમુર્હત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ, ધારાસભ્ય કાન્તીભાઈ કાન્તીભાઈ અમૃતિયા, પ્રદીપભાઈ વાળા તેમજ ચંદ્રકાંતભાઈ દફતરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના પટાંગણમાં જ અગ્રણીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા કરીને મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ તકે રામ મહેલ મંદિરના તમામ સભ્યો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

- text