મોરબીનો જૂના રફાળેશ્વર રોડ ખખડધજ : વાહન ચાલકો પર અકસ્માતોનું જોખમ

- text


મોરબી ચેમ્બર ઓફ કોમર્સે રોડ પ્રશ્ને ટીડીઓને રજૂઆત કરી

મોરબીનો જૂનો રફાળેશ્વર રોડ અત્યંત ખખડધજ થઇ ગયો છે. તેથી વાહન ચાલકો પાર અકસ્માતનું જોખમ તોડાય રહ્યું છે. તેથી મોરબી ચેમ્બર ઓફ કોમર્સે ટીડીઓને રજૂઆત કરીને જુના રફાળેશ્વર રોડનું વહેલી તકે સમાર કામ કર્વનાઈ માંગ કરી છે.

- text

મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બેચરભાઈ હોથી અને સેક્રેટરી ડી.ડી.ભોજાણીએ તાલુકા વિકાશ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતીકે, મોરબીના સામાકાંઠે આવેલા નઝર બાગ રેલવે સ્ટેશનથી રફાળેશ્વર ગામ સુધી રેલવે ટ્રકની સમાંતર જૂનો રફાળેશ્વર રોડ આવેલો છે. અહીં આસપાસમાં ઔદ્યોગિક એકમો હોવાથી વાહનોનો ભારે ઘસારો રહે છે. પરંતુ ખાટલે મોટી ખોટ એકે જુના રફાળેશ્વર રોડ લાંબા સમયથી બિસમાર હાલતમાં છે. માર્ગ પર ઠેર ઠેર મસ મોટા ગાબડા પડી રહ્યા છે. માર્ગ ભારે ખંડીન થયો હોવાથી વાહન કે રાહદારી ચાલી શકે એમ નથી. ચોમાસામાં ભારે મુશ્કેલી પડે છે. રોડની ગંભીર હાલતને કારણે અકસ્માતના બનાવોની શક્યતાઓ વધી ગઈ છે. તેથી વિના વિલંબે જુના રફાળેશ્વર રોડનું યોગ્ય રીપેરીંગ કરવાની તેમને માંગ કરી છે.

- text