ટંકારામાં વર્લ્ડ શિકાગો દિવસની ઉજવણીના ભાગ રૂપે વક્તવ્ય યોજાયું

- text


ઓરપેટ સંકુલમાં વક્તવ્ય યોજાયું

ટંકારા : ૧૮૯૩માં અમેરિકાના શિકાગોમાં સ્વામી વિવેકાનંદજીએ ભાષણ આપી સમગ્ર વિશ્વને અચંબિત કર્યું હતું,આજે ટંકારા ખાતે ઓરપેટ વિદ્યાલયમાં વર્લ્ડ શિકાગો દિવસની યાદમાં યોજાયેલ વક્તવ્યમાં અનેક નવી બાબતો વક્તાઓ બહાર લાવ્યા હતા.
આ પ્રસંગે sisters and brothers of america એ ઉચારણ વિશ્વ ને ભારત તરફી ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું જણાવી નાયબ મામલતદાર ગૌસ્વામીએ સ્વામી વિવેકાનંદજીના જીવનના અનેક પ્રસંગો વિદ્યાર્થીઓ પાસે રજુ કર્યા હતા.
11 સપ્ટેમ્બર 1893 ની વિશ્વ ફલકે યોજાતી સભામા ભારતીય તરીકે પ્રતિનિધિત્વ કરનારા યુવા સમ્રાટ વિવેકાનંદ દ્વારા જે અમેરિકા ના શિકાગો ની સભામાં બહેનો અને ભાઈઓ ના સંબોધન પછી તાલીના ગડગડાટ દેશ વિદેશ વટાવી ભારત નુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, તે 11 તારીખે ટંકારા ના નાયબ મામલતદાર અને વિવેકાનંદ ના મહાન ભારત ના સ્વપ્ન દ્રષ્ટા ના માર્ગે ચાલતા યોગીએ અહીની ઓરપેટ કન્યા છાત્રાલય મા વક્તવ્ય આપ્યું હતું જેમા વિસ્તાર થી વિચારો ની અને ઓછી સાંભળેલ વાતો વાગોળી હતી.
વધુમાં જણાવ્યું હતું કે દેશમાં ઇજનેર, ડોક્ટર, વૈજ્ઞાનિકો, મજુરો બહાર થી લાવી શકાય પરંતુ દેશ માટે મરનાર દેશ ભક્તો કે ઈમાનદારી વેચાતી નથી મળતી તે વાવવી પડે છે, અને તે કામ વિવેકાનંદ યુવા પેઢી ને સોપ્યુ છે.

- text

- text