રવાપર ગામમાં નર્મદારથ પ્રવેશ બંધીના બેનરો લાગ્યા

- text


રવાપર ગામ સમસ્ત દ્વારા પ્રવેશદ્વારે જ કમાન લગાવી જાહેર વિરોધ

મોરબી : મોરબીના રવાપર ગામ સમસ્ત દ્વારા આજે ગામના મુખ્ય પ્રવેશદ્વારે મસમોટી કમાન લગાવી ગામમાં નર્મદારથ અને સતાધારી પક્ષને આવવા પર મનાઈ ફરમાવી દેવામાં આવતા ચકચાર જાગી છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીની ભગોળે આવેલ રવાપર ગામ આમતો સતાધારી ભાજપ પક્ષનો ગશ ગણાય છે પરંતુ આજે આ ગામના ગ્રામજનો દ્વારા મુખ્ય પ્રવેશદ્વારે મોટી કમાન નાખી જ્યાં ઐધી રવાપર ગામના વર્ષો જુના સનદ પ્રશ્નનો નિવડ ન આવે ત્યાં ઐધી ગામમાં કોઈ જ સરકારી કાર્યક્રમ માટે આવવું નહિ તેમ જણાવી હાલમાં મોરબીમા ફરી રહેલ નર્મદા રથયાત્રાને પણ ગામમાં નહિ પ્રવેશવા જાહેરાત કરવામાં આવી છે.
આ ઉપરાંત ગ્રામજનો દ્વારા સતાધારી ભાજપ પક્ષના નેતાઓને પણ ગામમાં પ્રવેશવું નહીં તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવતા ગ્રામજનોનો રોષ કેટલો વધ્યો છે તેના સંકેતો સતાધારી પક્ષને અત્યારથી મળી રહ્યા છે.

- text

- text