માળીયા મિયાણા મુસ્લિમ સમાજે બંધ પાળી સોનુ ડાંગર વિરુદ્ધ આવેદન આપ્યું

- text


માળીયા મિયાણા : રાજકોટની સોનું ડાંગરના મુસ્લિમ સમાજ અને સમાજના પૈગંબર વિષે અભદ્ર ટીપ્પણી કરતો સોશીયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિઓ બાબતે ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે ત્યારે આજે માળીયા મુસ્લિમ સમાજ દ્વારા બંધ પાળી આ મામલે મામલતદારને આવેદન આપ્યું હતું

લેડી ડોન તરીકે ઓળખાતી અને હમેશા કોઈને કોઈ વિવાદોમાં રહેતી રાજકોટ ની સોનુ ડાંગર ના એક વીડિઓ સોશીયલ મીડિયા માં વાયરલ થયેલ વીડિઓ માં મુસ્લિમ સમાજ તેમજ તેમના ધર્મગુરુ મહમહ પેગંબર વિરુધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી બેફામ કરેલા વાણી વિલાસ બાબતે આજે માળીયા મુસ્લિમ સમાજે રોષની લાગણી સાથે સોનુ ડાંગરની તાકીદે ધરપકડ કરી તેની સામે સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી.
મુસ્લિમ સમાજની લાગણીઓ દુભાવનાર તેમજ સમાજમાં વૈમનશ્ય ઉભું થાય તેવી કલીપ બનાવનાર સોનુ ડાંગર સામે આ બાબતે માળીયા મુસ્લિમ સમાજે રોષ પૂર્ણ આવેદન પત્ર પાઠવવા સમયે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text