ટંકારાના જબલપુર ગામે દારૂનાં કેસમાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

- text


ટંકારા : જબલપુર ગામે રહેતો મધુકાંત ઉફે ટેડીઓ જીવરાજ રામાનુજ પોતાના ઘરે વિદેશી દારૂ વેચાણ કરતો હોવાની ટંકારા પોલીસને બાતમી મળી હતી અને થોડા દિવસ પહેલાં રાત્રે રેડ કરતા 21 બોટલ દારૂ અને 188 નંગ સિલ બંધ ચપલા જેની કિંમત રૂ 25100 ની કબ્જે કરી હતી. બુટલેગર ટેડીઓને પોલીસની તેને પકડવા આવતી હોવાની જાણ થતા રાતના અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો. ત્યારે ટંકારા પોલીસ પ્રભાતભાઈ અને ચુનીલાલને ટેટીઓ ટંકારા હોવાની બાતમી મળી હતી અને ત્યાં જઇ આરોપી ટેટીઆને પકડી જેલ હવાલે કર્યો હતો. આ બનાવે ટંકારા તથા જબુલપમાં ભારે ચર્ચા જગાવી હતી. આરોપીના ભાઈ મોરબી જીલ્લામાં પોલીસ તરીકે સેવા આપી રિટાયર્ડ થઈ ગયા છે તેનો ભાઇ દારૂ વેચાણમાં જેલ હવાલે થયો છે.

- text

- text