ટંકારામાં પીવાનું શુુધ્ધ પાણી ન મળતા લોકોની કફોડી સ્થિતિ

- text


ટંકારા પંચાયતનાં નિશાબેન ત્રિવેદીએ ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરી

ટંકારા : મોરબી જિલ્લામાં સૌથી વધુ વરસાદ ટંકારા તાલુકામાં વરસ્યો છે. છતાં પણ ટંકારા ગામના લોકોને પીવાનાં પાણી માટે વલખા મારવાનો વખત આવ્યો છે. જોકે નવ મહિના પહેલા ફિલ્ટર પાણીનાં પ્લાન્ટ બનાવવા માટેનું ટેન્ડર પાસ થઈ ગયું છે. પરંતુ હજી સુધી ફિલ્ટર પ્લાન્ટનું કામ શરૂ ન થવાથી તેમજ લોકોને પીવા માટે લોકોને યોગ્ય પાણી મળતું ન હોવાથી દૂષિત પાણીથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ છે. તેથી ટંકારા તાલુકા પંચાયતનાં નિશાબેન ત્રિવેદીએ ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરી સમયસર યોગ્ય નિર્ણય લેવા માંગ કરી છે.

- text

- text