વાંકાનેર : પુત્રીઓએ આપ્યો પીતાને અગ્નિદાહ

- text


વાંકાનેર : વિશીપરા માં રહેતા પ્રજાપતિ સુરેશભાઈ અમરસીભાઈ વામજા ના અવસાન બાદ પરીવારમાં પુત્ર ન હોય તેમની બંને પુત્રીઓએ એ પુત્ર દ્વારા કરાતી તમામ અંતિમ વિધિ પરિવારના મોભીઓ ના સાથે ભારે હૃદયે કરી ને દીકરાની ખોટ પૂરી કરી હતી.

- text

વાંકાનેરના વિશીપરા માં રહેતા અને હોમગાર્ડ માં નોકરી કરતા પ્રજાપતિ સુરેશભાઈ અમરસીભાઈ વામજાનું અવસાન થયેલ. સુરેશભાઈ ના પરીવારમાં પત્ની અને સંતાનોમાં જ્યોતિબેન (ઉ.વ. ૧૫) તેમજ કિંજલ બેન( ઉ.વ. ૧૧) એમ બંને દીકરીઓ જ છે. પરીવારમાં દીકરો ન હોય અને ઘરના મોભીએ અચાનક જ વિદાય લેતા કુટુંબીજનો આ સુરેશભાઈ ની અંતિમ ક્રિયા માટે થોડા વિસામણમાં મુકાયા હતા.
ત્યારે નાની ઉમરે સમજણશક્તિ અને સંસ્કારોનું અમુલ્ય ભાથુ જેનામાં ભરેલ હતું તે બંને પુત્રીઓ એ કુટુંબીઓ ને પોતાના હૈયામાં બાપ નો વહાલ અને સાથ છૂટ્યાની વેદનાને સમાવી કાળજું કઠણ કરી પોતાના પીતાની તમામ અંતિમ સંસ્કૃતિ મુજબની વિધિઓ કરવા હિંમતભેર આગળ આવી.
જેમ પુત્ર માટે પિતાનો સાથ છૂટવો વસમો છે તેના કરતા અનેક ગણો પ્રેમ પામનાર આ બન્ને પુત્રીઓ થોડા સમય માટે કઠણ કાળજુ કરી હિંમતભેર પીતાની તમામ અંતિમક્રિયાઓ રૂપી કાંધ આપવા થી માંડીને અંતિમ વીસમા એ પીતાએ પોઢેલી ચીર નિદ્રા ના ચાર આટા ફરી અગ્નિદાહ પણ આપ્યો. બસ આ ઘડી સુધી બંને બહેનો કઠણ હૃદયે કરેલી બધી ક્રિયાઓ પૂર્ણ થતા એક હૃદય ચીરે તેવી ચીખ થી પોતાના વહાલના દરીયાને અગ્નિમાં સમર્પિત કરી ધ્રુસ્કે ને ધ્રુસકે રડી ત્યાં જ સ્મસાન ઘાટ પર પિતાના સાથ છુટ્યા નો વિલાપ કરતી હતી. આજના સમયમાં દીકરા દીકરી એક સમાન ની કહેવત માત્ર લખાણ કે પોસ્ટરો ને બદલે અહિયાં હકીકત માં જોવા મળી હતી.

 

- text