૨૬ ઓગસ્ટથી મોરબી જિલ્લામાં ખેલમહાકુંભનો પ્રારંભ

- text


૨૬મીથી તાલુકાકક્ષા અને ૨૯મીથી મોરબીમાં જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ

- text

મોરબી : ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર, કમિશનર શ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી મોરબી સંચાલિત ખેલ મહાકુંભ-૨૦૧૭નો આગામી તારીખ ૨૬ ઓગષ્ટથી પ્રારંભ થઇ રહ્યો છે. જિલ્લા રમત ગમત અધિકારી મોરબી એસ.ડી.વ્યાસના જણાવ્યા મુજબ આગામી ૨૬ ઓગષ્ટથી મોરબી જિલ્લાના પાંચેય તાલુકાઓમાં તાલુકા કક્ષાનો ખેલમહાકુંભ-૨૦૧૭ નો પ્રારંભ થશે જેમાં કબડ્ડી,ખોખો,ચેસ,વોલીબોલ,શૂટિંગબોલ,યોગાસન,રસાખેંચ અને એથ્લેટીક્સ વિભાગ અંતર્ગત જુદી-જુદી વાય જૂથના સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા યોજાશે.
વધુમાં તાલુકા કક્ષાએ ખેલમહાકુંભ સ્પર્ધાની સાથ-સાથે તારીખ ૨૯ થી જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ પ્રારંભ થશે જે તારીખ ૧૨ સપ્ટેમ્બર સુધી ચાલશે. ઉપરોક્ત તમામ સ્પર્ધાઓ મોરબી જિલ્લાના પાંચે-પાંચ તાલુકાની જુદી-જુદી શાળાઓમાં યોજનાર હોવાનું તેમણે ઉમેર્યું હતું.

 

- text