બનાસકાંઠામાં હાથો-હાથ રાહત-સહાય પહોંચાડતું મોરબી સિરામિક એસોસિએશન

- text


પૂર અસરગ્રસ્ત લોકોને થાળી-વાટકા,કપડાં અને ખાદ્ય સામગ્રી આપવામાં આવી

મોરબી : મોરબી સિરામિક એસોસિએશન દ્વારા બનાસકાંઠાના પૂર પીડિતોને થાળી-વાટકા,કપડાં તેમજ ખાદ્ય સામગ્રી સહિતની રાહત સામગ્રી હાથો-હાથ પહોંચાડવામાં આવી હતી.
સિરામિક એસોસિએશન ના યોગીભાઈ પટેલની ટીમ બનાસકાંઠા વિસ્તાર માં રાહત સહાય વિતરણ કરી ધન્યતા નો અનુભવ કરતા જણાવ્યું હતું કે જયા જવાય એમ ન હતું ત્યા બીજા ની મદદ લઈ પહોચ્યા હતા અને પૂર પીડિતોને 700 સ્ટીલ ની ડીસ તથા 1400 સ્ટીલ ની વાટકી ઉદ્યોગપતિ રવી કોરડીયા તથા ઉદ્યોગપતિ અંકીત ભાઈ મેરજા તરફથી આવી હતી
આ ઉપરાંત અસરગ્રસ્તોને વેફર,ચેવડો,ગાઠીયા 15000 ફડપેકેટ 20000 નંગ બીસ્કીટ, કપડાં વગેરે સમાન મોરબી સીરામીક એસોસિએશન પરીવાર તથા મોરબી કલેક્ટરશ્રી તથા ઉદ્યોગપતિ હરેશભાઈ ગાભવા ની હાજરીમાં મોકલવામાં આવી હતી જે ટીમ રાહત સહાય વિતરણ કરી પરત ફરી છે.

- text