મોરબી : પીપળીયા ખાતેના સેવાસેતુ કાર્યક્રમમાં ૫૧૪૫ પ્રશ્નો હકારત્મક ઉકેલ લવાયો

- text


મોરબી : રાજ્ય સરકાર પારદર્શક,સંવેદનશીલ વહીવટ તંત્ર ને વેગવંતુ બનાવી લોકોના વ્યક્તિગત પ્રશ્નોના અધિકારીશ્રી ઓની ઉપસ્થિતીમાં ઘર આગણેજ નિરાકરણ આવે તેવા હેતુ સાથે સરકારશ્રી એ આ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરેલ છે તેમ મોરબી જિલ્લાના મોરબી તાલુકાના પીપળીયા ગામે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કલેક્ટરશ્રી આઈ.કે.પટેલ જાણાવ્યું હતું .

- text

આ તકે કલેક્ટરશ્રીએ ઉપસ્થિત ગ્રામ જનાને તેમના પ્રશ્નો માટે તાલુકા કે જિલ્લા મથકે જવુ ન પડે તેમજ રોજી ન પડે તે માટે સ્થળ ઉપર પ્રશ્નોના નિકાલ થાય તે માટે હજુ કોઈ વંચીત હોય તો તેઓ આ બીજા તબ્બકાના કાર્યક્રમનો લાભ લેવા જણાવ્યું હતું
વધુમાં કલેક્ટરશ્રીએ હાલમા ચાલતા જમીન માપણી તેમજ મતદાન નોંધણી અંગેની વિગતો વિસ્તૃત છણાવટ થી ગ્રામજનો ને સમજાવી હતી
આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.ખટાણાએ ઉપસ્થિત અરજદારોને તેમના પ્રશ્નો નિકાલ સાથે સરકારશ્રીની નવી નવી યોજનાઓની માહિતી અંગે જાણકારી પણ મેળવવા જણાવ્યું હતું.પીપળીયા ખાતે યોજાયેલ આ સેવાસેતુ કાર્યક્રમમાં ૫૧૪૫ કુલ પ્રશ્નો રજુ થયા હતા જેમાં લોકોની વ્યક્તિગત અરજીઓમા મા કાર્ડ, આધાર કાર્ડ, ઉજાલા યોજના,ઉજ્જવલા યોજના, જાતિ-આવકના દાખલા, રેશનકાર્ડ સહિતીની અરજીઓ નો સમાવેશ થયો હતો જેનો સ્થળ ઉપરજ હકારાત્મક ઉકેલ લવાયો હતો. પીપળીયા ખાતે યોજાયેલ આ સેવાસેતુ કાર્યક્રમમાં ખાખરાળા, જેપુર, વનાળીયા, નારણકા, માનસર, પીપળીયા, ગોરખીજડીયા ગામોના લોકોની અરજીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો
આ કાર્યક્રમમાં અધિક કલેક્ટરશ્રી પી.જી.પટેલ, મામલતદારશ્રી કૈલા, તાલુકા વિકાસ અધિકારશ્રી રાઠોડ, ફોરેસ્ટ વિભાગના ગોગરા, ડૉ.બાવરવા સહિત રેવન્યુ, પંચાયત, આરોગ્ય, ફોરેસ્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

 

- text