મોરબી : સબ-રજીસ્ટ્રાર કચેરીમાં સુવિધા આપવા કલેક્ટરને રજુઆત

- text


ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ દ્વારા કરાઈ રજૂઆત

મોરબી : મોરબીના લાલબાગ ખાતે આવેલ સેવાસદનમાં સબ-રજીસ્ટ્રાર કચેરીમાં અરજદારો માટે સુવિધા ઉભી કરવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ જેઠાભાઇ મિયાત્રાએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી સબ રજીસ્ટ્રાર કચેરીમાં અરજદારો માટે બેસવાની વ્યવસ્થા તેમજ પીવાના પાણી ની અને પંખા નાખવા લેખિત જણાવ્યું છે. આ ઉપરાંત કચેરી માં દસ્તાવેજ સમયે વીડિયો રેકોર્ડિંગ દરમિયાન ઘોંઘાટ થતો હોય અરજદારો માટે અલગથી વેઇટિંગ રમ બનાવી અરજદારો માટે ડિજિટલ ટોકન સિસ્ટમ અમલી બનાવવા રજૂઆત કરી હોવાનું જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ વિજય લોખિલની યાદી માં જણાવાયું છે.

- text

- text