મોરબી : જીએસટી અંગે કલેકટર સાથેની બેઠકમાં ઉદ્યોગકારો-વેપારીઓએ હૈયાવરાળ ઠાલવી

- text


સિરામિક, ઘડિયાળ, મીઠા સહિતના ઉદ્યોગો અને વેપારીઓ જીએસટીનાં કરમાળખાના ઉચા દર તથા કાયદાની વિસંગતતાને લઈ સંભવિત મુશ્કેલીઓને રજૂ કરી

મોરબીમાં જીએસટી અંગે કલેકટર સાથેની બેઠકમાં ઉદ્યોગકારો અને વેપારીઓ જીએસટી અંગેનો પ્રશ્નોની તડાપીટ બોલાવી હતી. જેમાં સિરામિક, ઘડિયાળ, મીઠા સહિતના ઉદ્યોગો અને અનેક વેપારીઓ જીએસટીનાં કર માળખાના ઉચા દર તથા આ કાયદાની વિસંગતતાને લઈને સંભવિત મુશ્કેલીઓને રજૂઆત કરી હતી.
મોરબી જિલ્લા કલેકટર કચેરીએ આઈ.કે.પટેલ તથા રાજય કર કચેરીનાં આસિસ્ટન ક્મીશનર વી.એન. ગોરાવાલાની અધ્યક્ષતામાં જીએસટી અંગે બેઠક યોજાઇ હતી. જેમાં સિરામિક, ઘડીયાલ, મીઠા સહિતના ઉધોગકારો તથા તમામ વેપારી સંગઠનોનાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ઉદ્યોગકારો અને વેપારીઓએ સતત પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. સીરામીક ઉદ્યોગકારોએ જીએસટી અંગેના પોતાના પ્રશ્નો જણાવ્યા હતા કે, સિરામિક એક્સપોર્ટનાં લોડીંગ માટે નવા કરમાળાની એક્સાઈઝ ડિપાર્ટમેન્ટ કઈ ખબર નથી. એના કારણે ૨૦૦ કન્ટેનર પડ્યા છે. એક્સપોર્ટમાં નવી નીતિથી કારખાનાં બંધ કરવા તેવી નોબત આવશે. તેમજ જીએસટીની વિસંગતાનાં કારણે એકસપોર્ટ અને સ્થાનિક ધંધામાં પડતી મુશ્કેલીઑ રજૂ કરી હતી. ઉપરાંત મીઠા ઉદ્યોગ અને ઘડીયાલ તથા અન્ય ઉદ્યોગોને પડી રહેલી હાલાકી અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં માર્કેટિંગ યાર્ડનાં કમીશન એજન્ટોએ નફા કરતાં નુકસાન વધુ હોવાનો પ્રશ્ન રજૂ કર્યો હતો. તેમજ દવાના વેપારીઓ, ક્પાસિયા ખોળનાં વેપારી સહિતનાં અનેક વેપારીઓએ જીએસટી વિશે જાતજાતનાં પ્રશ્નો રજૂ કર્યા હતા. કલેકટરે આ બધા પ્રશ્નોને રાજકોટ આવતા કેન્દ્ર્ના જોઇન્ટ સેક્રેટરી સમક્ષ રજૂ કરવાનું જણાવી તેનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.

- text