મોરબી : આંખે પાટા બાંધી માટલાં ઘડતો પ્રજાપતિ યુવક : બેમિસાલ અને બેનમૂન કારીગરીનો નમૂનો

- text


મોરબીનાં ભરતભાઈ બંધ આંખે માટીનાં પિંડને આકાર આપી માટીની વિવિધ 36 આઈટમો બનાવી શકે છે 

મોરબી : દરેક મનુષ્યને ઈશ્વરે કઈકને કઈક ખૂબી અને ખામી સાથેની અલૌકિક શક્તિ આપી છે. દરેક જ્ઞાતિ અને જાતિના લોકોને વંશ પરંપરાગત શક્તિઑ વારસામાં મળી છે. મોરબીના રણછોડનગર વિસ્તારના રહેવાસી ધીરૂભાઈ પ્રજાપતિ પણ પોતાના વંશ પરંપરાગત વારસાકીય વ્યવસાય સાથે જોડાયેલા છે. જેમને પોતાના દીકરા ભરતભાઈને પણ માટીની બેનમૂન કળા કારીગરી શીખવી છે. ૩૦ વર્ષના ભરતભાઈ પણ પિતાના નકશે કદમ પર માટીના માટલા, શિવલિંગ, કળશ, કુંડા સહિતની ૩૬ જેટલી આઈટમો બનાવતા શીખી ગયા છે. જો કે, છેલ્લા દિવસો પૂર્વે તેને એક અનોખો ખ્યાલ આવ્યો હતો કે આંખે પાટા બાંધીને માટલા બનાવવા ખરેખર શક્ય છે ખરા? બસ આ વિચાર આવતા જ યુવાનપ્રજાપતિએ અનોખો શોખ પૂરો કરવા માટે મહેનત શરુ કરી દીધી હતી. રોજ પોતાના કામકાજમાંથી નવરા પડ્યા બાદ સાંજે આંખો બંધ કરીને માટલા બનાવવાનું શરુ કર્યું હતું જેમાં શરૂઆતમાં નિષ્ફળતા મળ્યા બાદ આખરે તે બંધ આંખે માટલા બનાવવામાં સફળ રહ્યા હતા. તો ત્યારબાદ આંખે પાટા બાંધીને હવે તેઓ માટલા ઉપરાંત અન્ય તમામ ચીજવસ્તુઓ પણ બનાવી રહયા છે. પ્રજાપતિ કારીગર ભરતભાઈએ જણાવ્યુ હતું છે કે તેને  વિચાર આવ્યો હતો કે બંધ આંખે કામ કરી શકાય કે નહિ અને ત્યારબાદ તેને આંખો બંધ કરીને તો હવે તો આંખે રીતસરના પાટા બાંધી તેઓ માટલા સહિતની ચીજવસ્તુઓ બનાવી સકે છે તો બંધ આંખે કરેલું કામ પણ ખુલ્લી આંખો જેટલું પરફેક્ટ જ હોવાનું યુવાનના પિતા ધીરૂભાઈએ જણાવ્યું હતું. આંખે પાટા બાંધવા છતાં માટીની આઈટમોની સાઈઝ કે ડીઝાઈનમાં કશો જ ફર્ક પડતો નથી. એ સૌથી મોટી નવાઈની વાત છે.

- text

- text