મોરબી : જીએસટી અંગે વેપારીઓને મુંજવતા પ્રશ્નોનાં નિરાકરણ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

- text


ચેમ્બર ઓફ કોમર્સે વેપારીઓને મુંજવતા પ્રશ્નોનું નિરાકરણ લાવ્યું

મોરબી : ૧લી જુલાઈનાં રોજથી જીએસટીનો અમલ થનાર છે ત્યારે વેપારીઓમાં જીએસટી બાબતે અણસમજણ હોવાથી મોરબીમાં ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા વેપારીઓ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. જેમાં વેપારીઓને જીએસટી અંગે મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
મોરબી ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા રુફિંગ ટાઇલ્સ એસોસિયેશનનાં હૉલ ખાતે વેપારીઓને જીએસટી વિશે વિસ્તૃત જ્ઞાન આપવા માટે માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેમ્બર્સ ઓફ કોમર્સ સાથે સંકળાયેલા ૩૨ જેટલા એસોસિયેશનનાં હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યા હતા. તથા સેમીનારમાં વેપારીઓને મુંઝવતા પ્રશ્નો જેવા કે, જીએસટીમાં ઇનવોલ થવું કે નહીં, તથા કેટલા લાખની મર્યાદા, સેટલમેન્ટ કરવું કે નહીં તે સહિતના પ્રશ્નોનાં નિરાકરણ કરવામાં આવ્યું હતું. મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સેલટેક્સ બાર એસો. પ્રમુખ નવીનભાઈ પટેલ, ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ બેચરભાઈ હોથી, ધીરુભાઈ ભોજાણી, જે.કે. રાવલ, ચંદ્રકાંત આશર સહિતના વેપારીઓને જીએસટી વિશે ઉપયોગી માહિતી પૂરી પાડી હતી.

- text