ટંકારા : ઓઈલ મિલમાલિકોની જીએસટી અંગે નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત

- text


ખોળ પરના ટેક્ષ રીટર્ન ઝડપથી મળી રહે માટે ખાત્રી આપતા ઉપ પ્રધાન નીતિનભાઈ પટેલ

- text

ટંકારાના ઓઈલ મિલમાલિકોએ જીએસટીને લઈ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં નાયબ પ્રધાને ખોળ પરના ટેક્ષ રીટર્ન ઝડપથી મળી રહે માટે ખાત્રી આપી હતી. ટંકારા તાલુકાની ઓળખ એટલે ઓઇલ અને કોટન ઈન્ડસ્ટીઝ. જેના માલીકોએ જીએસટીને લઈ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલને ગાંધીનગર રૂબરૂ મુલાકાત લઈ વિકટ પ્રશ્ન અને વેટ રીટર્નની વાત કરી હતી. જે સમસ્યાનો તાકીદે ઉકેલ આવી જશે તેવી ખાત્રી મંત્રીશ્રીએ આપી હતી. આ તકે કિરીટ અંદરપા, રાજુભાઈ, નવનીત ભાઈ, દિપકભાઈ, વિનુભાઈ, ગોપાલભાઈ, સહિતના મિલમાલિકો ગાંધીનગર રજૂઆત માટે ગયા હતા⁠.⁠⁠⁠

- text