વાંકાનેર : વિદેશી દારૂનો કુલ ૫૨,૯૪,૮૦૦ રુ. જથ્થો પકડતી રેન્જ પોલીસ

- text


વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ૧૧૦૦ પેટી દારૂ ઝડપતી રેન્જ પોલીસ : હરિયાણાના બે આરોપીઓ પણ ઝડપાયા

વાંકાનેર નજીક બાઉન્ડ્રી પાસેથી વહેલી સવારમાં વિદેશી દારૂ ભરેલી એક ટ્રક પસાર થઇ રહ્યાની બાતમી રેન્જ પોલીસને મળતા પોલીસ અધિકારી કૃણાલ પટેલ તેમજ તેની ટીમે રાત્રીથી જ વોચ ગોઠવી હતી. સવારના ૭.૩૦થી ૮ની વચ્ચે મળેલ બાતમીના આધારે ટ્રક બાઉન્ડ્રી નજીકન ઓવર બ્રીજ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે આ વોચમાં બેઠેલ રેન્જ પોલીસે તેને અટકાવી ચેક કરતા પાછળના ભાગે પ્રથમ ઘઉંનું ભુશું ભરેલી બોરીઓ જોવા મળેલી જેને ઉચકતા ખુદ પોલીસ પણ દંગ રહી ગઈ હતી. ભુસાની બોરીઓ નીચે જુદી જુદી બ્રાંડનો ઈંગ્લીશ દારૂ તેમજ બીયરનો વિશાળક જથ્થો ઠાંસી ઠાંસીને ભરેલો જોવા મળેલ. આ જથ્થાની ગણતરી કરતા જુદીજુદી બ્રાંડ મળીને ૧૦૬૬૪ નંગ ઈગ્લીશ દારૂનો જથ્થો ( કે જેમાં ક્વાટર અને બિયરની ટીન પણ છે) મળી આવેલ જેની સાથે ટ્રકને ચલાવનાર ચાલક અને તેના સાથીને પોલીસે આબાદ ઝડપી લીધા હતા.

- text

પોલીસે ઝડપેલા આરોપી(૧) દશનેમસિંઘ રઘુવીરસિંહ સરદાર તેમજ સુવર્ણ સિંઘ ગુરુદયાલસિંઘ સરદાર બંને રહે હરિયાણા સંબંધમાં માસા ભાણેજ થતા હોવાનું જાણવા મળ્યું છે અને તેઓની પાસેથી ઝડપાયેલ દારૂની કીમત ૫૨,૯૪,૮૦૦ ગણી બંને આરોપીઓ ને ઝડપી ગુન્હો વાંકાનેર તાલુકા પોલીસ માં નોંધાવ્યો છે. આ દારૂના જથ્થાનો માલિક રાજસ્થાની હોવાની શક્યતા છે. વાંકાનેર નજીક ઝડપાયેલ ૧૧૦૦ પેટી જેટલી વિદેશી દારૂ નો જથ્થો હરિયાણા થી ભરેલ હોય પરંતુ રાજસ્થાન નો મોટા બુટલેગર નો હોવાની શક્યતા છે.

- text