વિદ્યાર્થી-વ્હાલી અને શિક્ષકો વચ્ચે યોજાયો માતૃ હસ્તેન કાર્યક્રમ

- text


શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વ્હાલીઓ વચ્ચે પરસ્પર સ્નેહ, પરિચય અને આત્મીયતા કેળવાય એ હેતુસર માતા-પિતાઓ ઘરેથી શિક્ષકો માટે ભોજન લાવી સૌ સાથે જમ્યા

- text

મોરબીના રાજકોટ હાઈવે ઉપર શકત શનાળા ગામે આવેલા સરસ્વતી શિશુ મંદીર ખાતે માતૃ હસ્તેન ભોજનમ્ કાર્યક્રમ યોજાયો હતો. આ અંગે મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રભરમાંથી આવેલ વિદ્યાભારતી સંલગ્ન શિશુ મંદિર શાળાઓમાં નવા વર્ષથી જોડાઈ રહેલા ૭૫ જેટલા નવા શિક્ષક ભાઈ-બહેનો માટે સાત દિવસનો તાલીમ વર્ગ મોરબી સરસ્વતી શીશુ મંદિર ખાતે યોજાયો હતો. જેમાં સંઘ અગ્રણી ડો. જયંતીભાઈ ભાડેશીયા, ડો. વિજય ગઢીયા, ડો. જયેશ પનારા, જયંતીભાઈ રાજકોટીયા સહિતના વિદ્યાભારતી સંસ્થાના પ્રશિક્ષકોને નવા શિક્ષક ભાઈ બહેનોને કઈ રીતે બાળકોને ભણાવવા તે અંગે માર્ગદર્શન તાલીમ આપી હતી.
આ કાર્યક્રમ દરમિયાન એક દિવસ માટે માતૃ હસ્તેન ભોજનમ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં તાલીમ માટે આવેલા શિક્ષક ભાઈ બહેનો માટે શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ભોજન લાવવામાં આવ્યુ હતું. જે ભોજન શાળાના તાલીમાર્થી શિક્ષકો અને વાલીઓએ સાથે ગ્રહણ કર્યુ હતું. તેના થકી અરસપરસનો પરિચય, બાળક અંગેની માહિતી તથા સુચનોની પણ આપ લે થઈ શકે તે માટે એક દિવસીય માતૃ હસ્તેન ભોજનમ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો⁠
.⁠

- text