મોરબી : રાધેશ્યામ ગ્રુપ દ્વારા ૧૦૪ વિધવા બહેનોને છેલ્લાં ૪ વર્ષથી અનાજ વિતરણ

- text


મોરબી : સેવા કરવાના અને દાન દેવાના અવસર કે મૂહુર્તો ન હોય. કોઈ વાર-તહેવાર અને સ્વાર્થ વિના ચોક્કસ સમયે અને અવસરે જરૂરિયાતમંદ વ્યક્તિને મદદરૂપ થવું એ જ સૌથી મોટી સેવા અને દાન સાથે માનવધર્મ છે. આવું જ એક કાર્ય મોરબીના સામાકાંઠે રાધેશ્યામ ગ્રુપ આયોજીત સંજય સેલ્સ એજન્સી દ્વારા છેલ્લા ચાર વર્ષથી કરવામાં આવી રહ્યું છે. જેમાં આપણા સમાજની ગં.સ્વ. વિધવા બહેનોને રાધેશ્યામ ગ્રુપ સેલ્સ એજન્સી દ્વારા દર મહિનાની પહેલી તારીખે ૫ કિલો ઘઉં, ૧ કિલો ખીચડી અને ૧ કિલો ગોળ સાથે અનાજની કીટનું વિતરણ કરવામાં આવે છે. જેમાં સો આરડી અને ત્રાજપરનાં ૧૦૪ વિધવા બહેનોને ધાનદાનનું ભગીરથ કાર્ય કોઈપણ પ્રકારનાં નિસ્વાર્થભાવે કરી રહ્યા છે. અશોક ડાંગર, જયદિપ હુંબલ સહીત ૧૫ જેટલાં લોકો સાથે મળીને આ ટીમ દ્વારા સમાજની જરૂરિયાતમંદ વિધવા બહેનો માટે અનાજ વિતરણનું થતું સામાજિક કાર્ય પ્રસંશાને પાત્ર છે.

- text