Morbi: રફાળેશ્વર પાસે હાઇવે પર ફેકટરીમાં ભીષણ આગ લાગી

- text


સીટ કવર બનાવતી ફેકટરી આગની ઝપેટમાં : મોરબી ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવા કામે લાગી

જુઓ વિડિયો..

https://youtube.com/shorts/MWmGob3wW6M?si=SgtB4vIVp8bc7zAr

મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક નેશનલ હાઇવે પર આવેલી એક ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

નેશનલ હાઇવે પર રફાળેશ્વર નજીક સરોવર પોર્તિકો હોટેલની બાજુમાં આવેલી સીટ કવર બનાવતી કંપનીના અચાનક આગ લાગી હતી. આગે થોડી જ વારમાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગનાં લબકારા અને ધુમાડા દૂરથી દેખાય રહ્યા હતા. જ્યારે આગની દુર્ઘટના અને મોરબી ફાયર બ્રિગેડ વિભાગને જાણ થતાં તાત્કાલિક ફાયરની ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા.

- text

આ ભીષણ આગની ઘટનામાં મોટું નુકશાનીની ભીતિ સેવાઇ રહી છે. હાલ આ ઘટના અંગે વધુ વિગતો મેળવાઈ રહી છે.

- text