મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદ વરમોરાએ વર્ષીતપના પારણાનો લાભ લીધો

- text


મોરબી : અમદાવાદ મુકામે ચાણક્યપુરી સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા જાણીતા ઉદ્યોગપતિ સનહાર્ટ ગૃપ ગોવિંદભાઇ વરમોરાએ 2,51,000ની ઉછમણી સાથે વર્ષીતપના પારણાનો લાભ લઈને ધન્યતા અનુભવી.

અમદાવાદ ખાતે તારીખ 31 માર્ચના રોજ ચાણક્યપુરી સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા વર્ષી તપના તપસ્વીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સંઘના રજત જયંતી વર્ષ અને સ્થાનકવાસી છ કોટી અજરામર જૈન સંપ્રદાય લિંબડી ગુરૂગાદીના આચાર્ય ભાવચંદ્ર મુનિ મહારાજ સાહેબ, વરિષ્ઠ સંત ભાસ્કરમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી છોટે ગુરુદેવ શ્રી વિમલચંદ્રજી સ્વામીના 50 માં સંયમ વર્ષ નિમિત્તે સાધ્વી રત્ન પૂ. ગીતાકુમારી મ.સ. ની નિશ્રામાં ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં 43 વર્ષી તપના તપસ્વીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત મોરબીના જાણીતા ઉદ્યોગપતિ સનહાર્ટ ગ્રુપ ગોવિંદ વરમોરા, જૈન શ્રેષ્ઠી નિલેશ પાટડીવાળા, જયેશ શાહ ધોલેરાવાળા, ભાવેશ હકાણી, ભાવેશ શાહ જામનગરવાળા તેમજ રાજુ કેસ્ટ્રોલવાળા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં અમદાવાદના બહોળી સંખ્યામાં શ્રાવકો હાજર રહ્યા હતા.

- text

તેમજ આ પ્રસંગે ગોવિંદ વરમોરાના હસ્તે સ્વ. મુકેશભાઈ શાહ પરિવાર, શરદ દોશી, સી. એ. હર્ષેશ જસવાણી, અમી મહેતા, મહેન્દ્ર શાહ એમ પાંચ વ્યક્તિઓને શાસન રત્ન એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. ઉપરાંત તપસ્વીઓ અને દાતાઓનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. તેમજ સરાના વતની અને જૈન સંપ્રદાયના ગૌરવસમા ભામાશા એવા ગોવિંદભાઇ તરફથી 251000ની ઉછમણીનો લાભ લેવામાં આવ્યો હતો.

- text