મોરબી : માનસર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીએ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પાસ કરી

- text


શાળા પરિવાર, વાલી સહિતનાએ પાઠવી શુભેચ્છાઓ

મોરબી: તાલુકાની માનસર ગામની માનસર પ્રાથમિક શાળામાં ધોરણ 5 માં અભ્યાસ કરતી વિધાર્થિની ખાંભરા રૂહી ભરતભાઇએ આ વર્ષે યોજાયેલી બાલાછડી સૈનિક સ્કૂલની પ્રવેશ પરીક્ષા પાસ કરી ક્વોલિફાઇડ થઈ છે અને સાથે જ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પણ પાસ કરીને બેવડી સિદ્ધિ મેળવી છે.

- text

આ બંને પરીક્ષા પાસ કરી માનસર પ્રાથમિક શાળા તથા ખાંભરા પરિવારનું અને ગામનું ગૌરવ વધાર્યું છે. આ પરીક્ષામાં વિદ્યાર્થીના માતા, પિતા સહિત શાળાના શિક્ષકગણના સંયુક્ત પ્રયાસના પરિણામ સ્વરૂપે બંને પરીક્ષામાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે. આ પરીક્ષામાં પાસ થવા બદલ શાળા પરિવાર તરફથી કુશને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, આ પરીક્ષાઓ વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક તેમજ અઘરી માનવામાં આવે છે.

- text