મોરબીના ધંધાર્થીને નબળી મશીનરી વેચનાર અમદાવાદની કંપનીને વળતર ચુકવવા આદેશ

- text


મોરબી : મોરબીના ધંધાર્થી કુંદનભાઈ વિઠ્ઠલભાઈ માકડીયાએ અમદાવાદની કંપની સામે કરેલી ફરિયાદ મામલે ગ્રાહક સુરક્ષા મંડળની મદદથી ધંધાર્થી તરફી ચુકાદો મળ્યો છે. જેમાં અમદાવાદની મશીનરી બનાવતી કંપનીને ફટકાર લગાવીને વળતર ચુકવવા આદેશ કર્યો છે.

મોરબીના રહીશ કુંદનભાઈ માકડીયાએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા અમદાવાદ સ્ટેટ ગ્રાહક તકરાર નિવારણમાં વટવાની ક્રિષ્ના એન્જિનિયરિંગ વર્કસ નામની કંપની સામે મશીનરી નબળી આવી હોય અને પ્રોડક્શન ન આવતું હોય તે બાબતે ફરિયાદ નોંધાવી હતી. કુંદનભાઈ માકડીયાએ ક્રિષ્ના એન્જિનિયરિંગ વર્કસ પાસેથી 11,52,650 રૂપિયા આપી મશીનરી ખરીદી હતી. વારંવાર કહેવા છતાં મશીન રિપેર કરી આપ્યું ન હતું. તેથી અમદાવાદ સ્ટેટ ગ્રાહક તકરાર નિવારણમાં કેસ ચાલી જતાં કોર્ટે ક્રિષ્ના એન્જિનિયરિંગ વર્કસને ગ્રાહકને મશીન વ્યવસ્થિત શરૂ કરી આપે નહીં તો 25-6-2017થી વાર્ષિક 9 ટકાના વ્યાજ સાથે 11,52,650 અને 30 હજાર માનસિક ત્રાસ અને ખર્ચ ચુકવી આપવા આદેશ કર્યો છે.

- text

- text