અંતે પાલિકા જાગી : વર્કશોપમાંથી દારૂની ખાલી બોટલ અને કચરો હટાવ્યો

- text


આમ આદમી પાર્ટીએ કચેરીની પાછળ આવેલા વર્કશોપની હાલત ઉઘાડી પાડ્યા બાદ પાલિકા તંત્ર હરકતમાં 

મોરબી : મોરબી નગરપાલિકામાં પાછળના ભાગે આવેલ વર્કશોપની સાચી સ્થિતિ આમ આદમી પાર્ટીએ ઉઘાડી પાડ્યા બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. પાલિકાએ અહીંથી દારૂની ખાલી બોટલ અને કચરો હટાવ્યો છે.

આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ગીરીશભાઈ પેથાપરા, કાર્યકારી મહામંત્રી ભાવીન પટેલ, મોરબી શહેર પ્રમુખ હિતેશભાઈ, જિલ્લા ઉપપ્રમુખ ઇક્બાલભાઈ તથા આમ આદમી પાર્ટીના સાથી યુવા કાર્યકર્તાઓએ તા.31 માર્ચના રોજ મોરબી નગરપાલિકાનાં વર્કશોપની મુલાકાત બાદ આરોપ લગાવ્યા હતા કે, મોરબી નગરપાલિકાનો વર્કશોપ દા‍‍‍રૂઓની બોટલ સાચવતું એક સ્થળ બની ગયું છે. ગુજરાતમાં દારૂબંધી છે. પણ અહીં તો દારૂ જ દારૂ છે. આ ઉપરાંત, મોરબી નગરપાલિકાનાં વાહનો અહીં સડી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી મોરબી નગરપાલિકા દ્વારા ભંગારની હરાજી કરવામાં આવતી નથી. મોરબી નગરપાલિકાનો વર્કશોપ કચરાપેટી બન્યું છે.

આમ આદમી પાર્ટીની આ ટિપ્પણી બાદ નગરપાલિકા તંત્ર આજે જાગ્યું હતું. આજે પાલિકાની ટીમે વર્કશોપમાં સાફસૂફી કરી હતી. જેમાં દારૂની ખાલી બોટલો અને અન્ય કચરો એકત્ર કરી તેનો નિકાલ કર્યો હતો. આ સાથે અહીં સફાઈ કામગીરી પણ કરવામાં આવી હતી.

- text

- text