મોરબી પંથકમાં અનેક જગ્યાએ સેટેલાઇટ ટ્રેનનો અવકાશી નજારો દેખાયો

- text


મોરબી : એક સાથે અનેક ઉપગ્રહ છોડવામાં આવે ત્યારે રાત્રીના સેટેલાઇટ ટ્રેનનો અવકાશી નજારો જોવા મળતો હોય છે. આજે રાત્રે 8 કલાકે રાજપર કુંતાશી સહિતના મોરબી પંથકના અનેક વિસ્તારોમાંથી આ અવકાશી નજારો જોવા મળ્યો હતો.

- text

મળતી માહિતી અનુસાર આ નજારો સ્ટારલીન્ક દ્વારા લોન્ચ કરાયેલ સેટેલાઇટનો હતો. સ્ટારલીન્ક જે એલોન મસ્કની કંપની સ્પેસ એક્સ દ્વારા સંચાલિત છે. સ્પેસ એક્સ દ્વારા ઉપગ્રહોને બેચ દ્વારા ભ્રમણકક્ષામાં છોડવામાં આવે છે, દરેક બેચમાં 15 થી 56 ઉપગ્રહો હોય છે. 2024 ની શરૂઆતમાં, ભ્રમણકક્ષામાં લગભગ 6,000 સ્ટારલિંક ઉપગ્રહો હતા. સ્પેસ એક્સ 12,000 ઉપગ્રહોનું વિશાળ નક્ષત્ર બનાવવાની યોજના ધરાવે છે જેમાં પાછળથી વધુ ઉપગ્રહો છોડી આ સંખ્યા 42,000 સુધી પહોચાડવાનું પણ આયોજન ચાલી રહ્યું છે.

- text