મોરબીના નવા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજને ઉષ્માભેર આવકાર 

- text


મોરબી : મોરબીના નવા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજને ઉષ્માભેર આવકાર આપવામાં આવ્યો હતો. તેઓને આવકારવા માટે વકીલ મંડળ દ્વારા ખાસ વેલકમ પાર્ટી યોજવામાં આવી હતી.

મોરબી કોર્ટ ખાતે પાલનપુરથી બદલી થઈને આવેલા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ દેવધરા સાહેબ માટે મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયા તથા હોદેદારો તેમજ સમગ્ર બાર એસો. દ્વારા વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિલીપભાઈ અગેચણીયાએ વેલકમ સ્પીચ આપી તથા એડિશનલ જજ અને ફેમેલી જજ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. જિલ્લા સરકારી વકીલ જાની તથા દવે સાહેબ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપપ્રમુખ ટી.બી.જોશી, સેક્રેટરી વિજય શેરસિયા, જોઈન્ટ સેક્રેટરી ઉદયસિંહ જાડેજા, કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text