હળવદ હાઈ-વે પર ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત : એકનું મોત,એક ઈજાગ્રસ્ત

- text


 

હળવદ : હળવદ હાઇવે પર આજે મોડી સાંજે રોંગ સાઈડમાં આવી રહેલ ટ્રેક્ટર ચાલકે બાઈકને અડફેટે લેતા બે વૃદ્ધ ગંભીર રીતે ઘવાયા હતા જેમાં એકનું મોત નીપજ્યું છે જ્યારે એકને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે રાત્રિના નવેક વાગ્યાની આસપાસ હળવદ હાઇવે પર આવેલ નવા ધનાળા ગામના પાટીયા પાસે રોંગ સાઈડમાં આવી રહેલ ટ્રેકટર ચાલકે બાઈક પર જઈ રહેલ બે વૃદ્ધને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ગોવર્ધનભાઈ રવજીભાઈ દલવાડી ઉંમર વર્ષ 68નું મોત નીપજ્યું છે જ્યારે ત્રિભોવનભાઈ નાનજીભાઈ દલવાડી ઉંમર વર્ષ 65ને ગંભીર ઈજા પહોંચતા પ્રથમ હળવદ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા છે.

- text

અત્રે ઉલખનીય છે કે ગોવર્ધનભાઈ અને ત્રિભોવનભાઈ હળવદ શહેરમાં આવેલ સ્વામિનારાયણ મંદિરે આજથી કથાનો પ્રારંભ થતો હોય અને આજે સાંજે પોથીયાત્રા હોય જેથી બંને નવા ધનાળા થી બાઈક લઇ હળવદ આ ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા અને પ્રસાદ લઇ પરત પોતાના ગામ નવા ધનાળા જઈ રહ્યા હતા ત્યારે ગામના પાટીયા પાસે જ અકસ્માત સર્જાયો હતો.

 

- text