મોરબીમાં યુવાનને માર મારી હત્યા નિપજાવવાના કેસમાં 3 શખ્સોને આજીવન કેદ

- text


વર્ષ ૨૦૧૬માં યુવાનને બેફામ માર માર્યા બાદ લાંબી સારવાર પછી ઇજાગ્રસ્ત યુવાનનું મોત નીપજ્યું હતું

મોરબી : મોરબીના આઠ વર્ષ જુના માર મારીને હત્યા નિપજાવવાના કેસમાં કોર્ટે ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. સાથે એક-એક લાખનો ફંડ ફટકાર્યો છે. જો કે ચાર પૈકી એક આરોપીનું ચુકાદા પૂર્વે જ અવસાન થઈ ગયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ફરીયાદી જીવણભાઈ રામજીભાઈ ધંધુકીયા પોતાનું મોટર સાયકલ નં. GJ-13- JJ-1568 વાળુ લઇ પીપળીયા ચાર રસ્તાથી પોતાના ઘરે જતા હતા. ત્યારે આરોપી વિનુભાઈ મુળુંભાઈ ચાવડા, જેસંગ પરબત ચાવડા, પ્રવીણ બીજલ હુંબલ અને વાલજી લાખા મિયાત્રાએ જુના મનદુઃખનો ખાર રાખી તેને આંતરી લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ વતી આડેધડ શરીરમા માર મારી ડાબા પગમા તથા બન્ને હાથમા માર મારી મુંઢ ઇજા તથા ફેકચર જેવી ઇજા કરી ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ફરીયાદીના મોટર સાયકલમાં તોડફોડ કરી નુકસાન કરતા ફરીયાદીએ તા.૧૯/૬/૧૬ થી તા.૨૨/૬/૧૬ સુધી મોરબી આયુષ હોસ્પીટલમાં સારવાર લીધી હતી. બાદમાં વધુ સારવારમાં તા.૨૨/૬/૧૬ ના અમદાવાદ સીવીલ મુકામે દાખલ કરતા સારવાર દરમ્યાન તા.૨૫/૬/૧૬ ના રોજ મૃત્યુ પામ્યા હતા.

- text

આ કેસ પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલ સંજય દવે અને વિજયકુમાર જાનીની ધારદાર દલીલોને ધ્યાને લઇ ચાર પૈકી એક આરોપી અવસાન પામ્યા હોય બાકીના ત્રણ આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા છે. આરોપીઓમાં વિનુભાઈ મુળુંભાઈ ચાવડા મૃત્યુ પામ્યા છે. જ્યારે જેસંગ પરબત ચાવડાને આજીવન કેદ અને 1 લાખનો દંડ અને દંડ ન ભોગવે તો વધુ 60 દિવસની સજા, પ્રવીણ બીજલ હુંબલને આજીવન કેદ અને 1 લાખનો દંડ અને જો દંડ ન ભોગવે તો વધુ 60 દિવસની સજા, વાલજી લાખા મિયાત્રાને આજીવન કેદ અને 1 લાખનો દંડ અને જો દંડ ન ભોગવે તો વધુ 60 દિવસની સજા ફટકારી છે.

- text