Morbi: ગ્રાહક સુરક્ષા કોર્ટનો ગુજરાત ગેસ કંપનીને આદેશ: ગેસ બીલ પેટે લીધેલા વધુ પૈસા ગ્રાહકને પાછા આપો

- text


પંચમુખી હનુમાનજી એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટના વધારાનાં 26 યુનિટ ગેસ વપરાશ સામે પ્રહલાદસિંહ ઝાલા કોર્ટમાં ગયા હતા અને તેમની જીત થઇ. 

Morbi: મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ કમિશને થોડા દિવસો પહેલા ગુજરાત ગેસ કંપની સામે થયેલી એક ફરિયાદમાં હુક્મ કર્યો છે કે, ગુજરાત ગેસ કંપનીએ ફરિયાદીને રૂ 1003 અરજીની તારીખથી વાર્ષિક 9 ટકાનાં વ્યાજ સાથે ચૂકવવાના રહેશે.

આ ઉપરાંત કમીશને એવો પણ આદેશ આપ્યો છે કે, કંપનીએ ફરિયાદીને માનસિક ત્રાસ પેટે રૂ 500 પણ ચૂકવવા પડશે અને ફરિયાદનાં ખર્ચ પેટે રૂ 1000 દિવસમાં ચૂકવવાનો આદેશ કર્યો છે.

આ કેસની હકીકત એવી છે કે, મોરબીનાં પ્રહલાદસિંહ ઝાલા, શ્રી પંચમુખી હનુમાનજી એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટનાં અધિકૃત વ્યક્તિ છે અને આ ટ્રસ્ટે ગુજરાત ગેસ કંપનીની 2012નાં વર્ષમાં કનેક્શન લીધુ હતું. આ માટે તેમણે રૂ 39710 ભર્યા હતા.

- text

પ્રહલાદસિંહ ઝાલાએ કોર્ટમાં ફરિયાદ કરી હતી કે, જાન્યુઆરી, 2021માં ગુજરાત ગેસ કંપનીએ ભુલભરેલું ગેસ બીલ બનાવેલું હતું. ઇનવોઇશમાં 315 યુનિટ વપરાશ દર્શાવેલો હતો. ગુજરાત ગેસ કંપનીએ રૂ 12147નું બીલ ટ્રસ્ટને આપ્યું હતું. આ બિલ મુજબ, વપરાશ 289 યુનિટ થયો હતો. આ રીતે ગેસ કંપનીએ ટ્રસ્ટને 26 યુનિટનું વધુ બિલ આપ્યું હતું.

ટ્રસ્ટનાં અધિકૃત વ્યક્તિ તરીકે પ્રહલાદસિંહ ઝાલાએ ગુજરાત ગેસ કંપનીએ આ અંગે વારંવાર રજૂઆત કરી હતી પણ કંપનીનાં માણસોએ તેની દરકાર લીધી ન હતી.

આથી, પ્રહલાદસિંહ ઝાલાએ મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ કમિશનમાં ટ્રસ્ટ વતી ફરિયાદ દાખલ કરી હતી અને બિલ રદ કરવા અને રકમ 12 ટકા વ્યાજ સાથે પરત આપવા માટે દાદ માગી હતી. આ ઉપરાંત, રૂ 25000 માનસિક ત્રાસનાં રૂ 10000 ફરિયાદ ખર્ચ પેટે અપાવવા માટે દાદ માગી હતી.

- text