Halvad: હળવદ પ્રિમિયર લીગનો ધમાકેદાર પ્રારંભ

- text


દૂધમલીયા હનુમાનજી ગ્રાઉન્ડ ખાતે જામશે ક્રિકેટનો જંગ

હળવદ : હળવદની ક્રિકેટ પ્રેમી જનતા માટે આજથી હળવદ પ્રિમિયર લીગનો ધમાકેદાર પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્રણ સિઝનના સફળ આયોજન બાદ આ વર્ષે ચોથી વખત સમસ્ત હળવદ યુવા ગ્રુપ તથા હળવદની ક્રિકેટ પ્રેમી જનતા દ્વારા આજે તારીખ 20 માર્ચથી હળવદ પ્રિમિયર લીગનો પ્રારંભ થશે.

હળવદના દૂધમલીયા હનુમાનજીના ગ્રાઉન્ડ ખાતે આજે 20 માર્ચ ને બુધવારે સાંજે 7-30 કલાકે દીપ પ્રાગટ્ય કરીને હળવદ પ્રિમિયર લીગનો પ્રારંભ થશે. જેમાં વિવિધ ટીમો વચ્ચે ક્રિકેટનો બરાબરનો જંગ જામશે. 2 એપ્રિલના રોજ ફાઈનલ મુકાબલો યોજાશે. તો આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો આનંદ માણવા સૌને આમંત્રણ પાઠવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text