મોરબી જિલ્લામાં ધોરણ 12ના અંગ્રેજીના પેપરમાં કૂલ 6 પરીક્ષાર્થીઓ ગેરહાજર

- text


મોરબી : મોરબી જિલ્લામાં હાલ ચાલી રહેલી ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં આજ રોજ 20 માર્ચે અંગ્રેજી વિષયનું પેપર લેવાયું હતું. જેમાં સમગ્ર મોરબી જિલ્લામાંથી 6 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

મોરબી જિલ્લામાં ધોરણ 12માં અંગ્રેજી માધ્યમના અંગ્રેજી SL-6 વિષયમાં કૂલ 82 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી પરીક્ષામાં 81 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા અને 1 પરીક્ષાર્થી ગેરહાજર રહ્યો હતો. જ્યારે અંગ્રેજી Sl-13 પેપરમાં કૂલ 1781 પરીક્ષાર્થીઓમાંથી 1776 હાજર રહ્યા હતા અને 5 પરીક્ષાર્થી ગેરહાજર રહ્યા હતા. આમ કૂલ 6 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આમ મોરબી જિલ્લામાં અંગ્રેજીનું પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text