મોરબીમાં વધુ એક સ્પા સંચાલક એસઓજીની ઝપટે

- text


મોરબી : મોરબી શહેરની લીલાપર ચોકડી નજીક ઇન્ડીયન ઓઇલ પેટ્રોલપંપ સામે આવેલ શોપિંગ સેન્ટરમાં એલ.એસ સ્પામાં એસઓજી ટીમે દરોડો પાડી ચકાસણી કરતા સ્પા સંચાલક આરોપી હરપાલભાઇ પ્રવીણભાઇ રાઠોડ રહે.હાલ લીલાપર ચોકડી એલ.એસ સ્પા મોરબી મુળ રહે. ધરમપુર સોસાયટી રેલ્વે સ્ટેશન પાછળ જામ ખંભાળીયા જી.દ્વારકા વાળાએ સ્પામાં કામ કરતા વર્કરના નામ સરનામાની વિગતો પોલીસ સ્ટેશનમાં જમા નહીં કરાવ્યાનું ખુલતા એસઓજી ટીમે મોરબી તાલુકા પોલીસ મથકમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.

- text