મોરબીમાં સાત વર્ષના બાળકે પ્રથમ વખત રોઝુ રાખ્યું

- text


મોરબી : મોરબીમાં સાત વર્ષના બાળકે પ્રથમ વખત રમઝાન માસમાં રોઝુ રાખીને અલ્લાહની બંદગી કરી છે. મોરબીના નાની બજારની રાધેશ્યામ સોસાયટીમાં રહેતા સમીરભાઈ બ્લોચના સાત વર્ષીય પુત્ર ઈલાફ બ્લોચે નાની ઉંમરે પ્રથમ વખત રમઝાન માસમાં રોઝુ પાળ્યું હતું અને સવારથી સાંજ સુધી પાણી અને ભોજન લીધું ન હતું. આમ નાની ઉંમરે રોઝુ પાળીને ઈલાફે ખુદાની બંદગી કરીને અન્યોને પ્રેરણા પૂરી પાડી છે.

- text