મોરબીમાં મૃતકને જૂની બીમારીનું બહાનું કાઢી વીમો ન ચૂકવતી કંપનીને ગ્રાહક અદાલતની લપડાક

- text


મોરબી : મોરબીમાં મકાન લોનના વિમાની રકમ જૂની બીમારીનું બહાનું કાઢીને ન ચુકાવનાર એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીને ગ્રાહક અદાલતે વિમાની રકમ ઉપરાંત માનસિક ત્રાસનું ભથ્થું 9 ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા હુકમ કર્યો છે.

મોરબીના વતની પ્રભાબેન ચમનલાલ ધાનજાએ એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ પાસેથી મકાન લોન રૂ. 20,50,001 લીધેલી હતી. આ લોન ચમનભાઈએ લીધેલી હતી. લોન ગ્રાહકનું મરણ થાય તો વીમો ફુલ ચૂકવી આપવાનો હોય છે. ચમનલાલને શ્વાસની તકલીફ થતા સાર્થક હોસ્પિટલમાં અને ડેન્ગ્યુ તાવની અસર થતા એપોલો હોસ્પિટલમાં દાખલ કરેલ હતા. ત્યાં 27/12/2021ના રોજ તેમનું અવસાન થતા વીમા કંપનીએ એવા બહારના હેઠળ કે તેમના અન્ય રોગ હતો તેમ કહી વીમો ચૂકવવાની ના પાડી દીધી હતી.

- text

એપોલો હોસ્પિટલ વ્યવસ્થિત કારણો બતાવેલ હોવા છતાં વીમા કંપનીએ હાથ ઊંચા કરી દીધા હતા. જેને કારણે પ્રભાબેન ધાનજાએ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કરતા ગ્રાહક અદાલતે એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સને રૂ.20,50,001 વીમાના તથા 15,000 માનસિક ત્રાસના અને રૂ. 5000 એમ કુલ 20,25,001 9% ના વ્યાજ સાથે 5/12/ 2021થી ચૂકવવાનો આદેશ કરેલ છે. કોઈપણ ગ્રાહક સાથે અન્યાય થાય તો લાલજીભાઈ મો. નં. 9825790412 નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયુ છે.

- text