મોરબીમાં કચરો ભરેલી ટ્રોલી રિપેરીંગના વાંકે આઠ દિવસથી પાલિકામાં

- text


મોરબી : મોરબી પાલિકા દ્વારા લોકો જ્યાં ત્યાં કચરો ન નાખે તે માટે શહેરમાં જુદી જુદી જગ્યાએ ટ્રેક્ટરની ટ્રોલી મૂકવામાં આવી છે. જેમાં દરબારગાઢ ખાતે પણ ટ્રોલી રાખવામાં આવી છે. જે ટ્રોલીનો જેક કોઈ ચોરી જતા કચરો ભરેલી ટ્રોલી છેલ્લા આઠ દિવસથી પાલિકાના ગ્રાઉન્ડમાં પડી છે.

- text

પાલિકાના ગેરેજ વિભાગ દ્વારા આ અંગે જણાવાયું કે, જેક રીપેર કરવા માટે આપ્યો છે. જેક રીપેર થઈને આવી જાય ત્યાર પછી જ ટ્રોલી ખાલી થઈ શકશે. ત્યારે પાલિકાની આવી ઢીલી કામગીરી સામે લોકોમાં પણ કચવાટ થઈ રહ્યો છે. પાલિકામાં આવી રહેલા લોકો પણ આ કચરો ભરેલી ટ્રોલી જોઈને અચરજ પામી રહ્યા છે.

- text