મોરબીમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી તરીકે જલ્પા ત્રિવેદી મુકાયા 

- text


મહિલા અને બાળ વિકાસ અધિકારી તરીકે 18ને બઢતી, 11ની બદલી 

મોરબી : ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા અને બાળ વિકાસ અધિકારી તરીકે 18 અધિકારીઓને બઢતી આપવામાં આવી છે સાથો સાથ 11 અધિકારીઓની બદલી કરવામાં આવી છે જે અન્વયે મોરબીમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી તરીકે જલ્પા ત્રિવેદી મુકાયા છે.

મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા સોમવારે બઢતી બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી વર્ગ-૨માં ફરજ બજાવતા ૧૮ને મહિલા અને બાળ અધિકારી વર્ગ-૧ની જગ્યા પર હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે. જેમાં ફરજાનાબાનું ખાનને ખેડા, મેઘા ગોસ્વામીને પાટણ, નિલેશ્વરીબા ગોહિલને આણંદ, પૂજા ડોડિયાને જામનગર, જલ્પા ત્રિવેદીને મોરબી, જીતેન્દ્રકુમાર પરમારને નર્મદા, રમીલા રાઠોડને ગાંધીનગર, હંસા ટાઢાણીને પોરબંદર, રમેશ જાખણીયાને ભાવનગર, ડો. પ્રજ્ઞા ત્રિવેદીને સાબરકાંઠા, ચેતન સોજિત્રાને જુનાગઢ, હીના ચૌધરીને છોટા ઉદેપુર, ભોમદાન ગઢવીને બનાસકાંઠા, ડો. મનીષા મૂલતાનીને અમરેલી, મુકેશ વારસૂરને ગીર સોમનાથ, રાધિકા ગામીતને સુરત, મનહરસિંહ રોઝને મહીસાગર અને બાબુભાઇ ગામીતને નવસારી મૂકવામાં આવ્યા છે.

- text

આ ઉપરાંત મહિલા અને બાળ અધિકારી વર્ગ-૧ ના ૧૧ અધિકારીની બદલી કરવામાં આવી છે. જેમાં શૈલેષ અંબારીયાની અમદાવાદથી વડોદરા, ડો. જનકસિંહ ગોહિલની જામનગરથી રાજકોટ, ચંદ્રેશકુમાર ભાંભીની જૂનાગઢથી દેવભુમી દ્વારકા, કિશોર કાતરીયાની મોરબીથી ગાંધીનગર, જિગર જસાણીની ગાંધીનગરથી અમદાવાદ, નીતા ગામી સાબરકાંઠાથી ગાંધીનગર, અવની દવે રાજકોટથી કચ્છ, સુલોચના પટેલને કચ્છથી તાપી, રોહન ચૌધરીને નવસારીથી દાહોદ, મિતેશ ગઢવીને બનાસકાંઠાથી મહેસાણા અને વિવેક શાહની વડોદરાથી સુરેન્દ્રનગર બદલી કરવામાં આવી છે.

- text