વાંકાનેર સિરામિક ફેકટરીમાં લેબર ક્વાર્ટરમાં ગેસની નળી લીક થતા આગ, પાંચ દાઝ્યા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ કેસ્ટોના સિરામિક ફેકટરીના લેબર ક્વાર્ટરમા આજે સવારે શ્રમિકો રસોઈ કરતા હતા ત્યારે અચાનક ગેસના બાટલાની નળી લિકેજ થતા ઓરડીમાં હાજર રહેલા આશિષ પ્રેમ બનજારા ઉ.19, વિકાસ પ્રેમ બનજારા ઉ.22, લખન વિષ્ણુ કહાર ઉ.23, રીતેશ કુશવાહા ઉ.23 અને રાહુલ કુશવાહા ઉ.23 નામના શ્રમિક દાઝી જતા બે શ્રમિકને વાંકાનેર અને ત્રણ શ્રમિકને રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

- text