મોરબી- કચ્છના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનું ભવ્ય અભિવાદન, વિશાળ બાઇક રેલી નિકળી

- text


કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા : કોંગ્રેસના 17 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા તેઓને આવકાર અપાયો 

મોરબી : કચ્છ- મોરબીના લોકસભાના ઉમેદવાર તરીકે સાંસદ અને ભાજપના પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડાને ભાજપના ઉમેદવાર જાહેર કરાયા બાદ પ્રથમવાર મોરબી આવતા તેમનો ભવ્ય અભિવાદન સમારોહ, કાર્યકર્તા સંમેલન અને વિશાળ બાઇક રેલી યોજાઇ હતી. આ સાથે કોંગ્રેસના 17 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા તેઓને આવકાર આપવામાં આવ્યો હતો.

બાઇક રેલી સ્વામિનારાયણ મંદિર શનાળા રોડથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને ઉમા ટાઉનશીપ ખાતે પહોંચી હતી જ્યાં સંમેલન યોજાયું હતું. આ વેળાએ લોકસભા ઇન્ચાર્જ ઉપેન્દ્રભાઈ મહેતા

ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે એસ. અમૃતિયા, જેઠાભાઇ મીયાત્રા, નરેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગર સદાતીયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, પ્રદીપભાઈ વાળા, જયંતિભાઇ પટેલ, બાબુભાઇ પરમાર, અરવિંદભાઈ વાસદડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ રેલી જોઈને વિજય સરઘસ કાઢ્યું હોય એવો અનુભવ થયો : વિનોદભાઈ ચાવડા

વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું કે આ ટીકીટ મને નહીં પણ આપ સૌ કાર્યકર્તાઓને મળી છે. હું તમને વિશ્વાસ આપવું છું કે આવનારા દિવસોમાં મોરબી શહેર અને જિલ્લાને હરણફાળ વિકાસ કરવા પ્રયત્ન કરીશું. હું આપ સૌનો આભાર વ્યક્ત કરવા આવ્યો છું. આજે આ રેલી જોઈને વિજય સરઘસ કાઢ્યું હોય એવો અનુભવ થયો, પ્રધાનમંત્રીના આ દેશ માટેના જે સ્વપ્નો છે તેમને પુરા કરવા માટે આ ચૂંટણીમાં આપણે આપણી તાકાત બતાવી જોશે. મારી સાત વિધાનસભામાં મોરબી હંમેશા આગળ રહે છે. અને વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં પણ લીડમાં આગળ જ રહેશે. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને કાર્યકર્તાની મહેનતથી આપણે સૌ સાથે મળીને આ ચૂંટણી જીતવાની છે.10 વર્ષમાં કાર્યકર્તાઓનો ખૂબ સહકાર મળ્યો છે અને આગામી સમયમાં મળતો રહેશે.

મોરબી-માળિયામાંથી સૌથી વધુ લીડ આપીશું : કાંતિલાલ અમૃતિયા

ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે વિનોદભાઈ ચાવડાને મોરબી-માળિયામાંથી સૌથી વધુ લીડ આપશુ. વિનોદભાઈને કહ્યું કે તમે અહીં પ્રચાર કરવા ન આવો તો પણ ચાલશે. પણ ચૂંટાયા પછી મોરબીના રેલવેના અને એરપોર્ટના પ્રશ્નો ઉકેલવા સાથ આપજો. અમે સૌથી વધુ લીડ આપીશું.

- text

- text