મોરબીમા ફરજ રુકાવટના કેસમાં ચાર આરોપીઓને સાત વર્ષની કેદની સજા

- text


વર્ષ 2015મા એસટી બસના ચાલકને ઘુંટુ નજીક માર મારવાના કિસ્સામાં નામદાર મોરબી અદાલતનો ચુકાદો

મોરબી : વર્ષ 2015માં મોરબી – હળવદ હાઇવે ઉપર એસટી બસના ચાલકની ફરજમા રુકાવટ કરી એક ઓટો રીક્ષા ચાલક સાહિતના ચાર આરોપીઓએ બસ ચાલકને માર મારી ઇજાઓ પહોંચાડતા આ મામલે નોંધાયેલ કેસ ચાલી જતા નામદાર મોરબી કોર્ટે તમામ આરોપીઓને સાત વર્ષની કેદની સજા સાથે 10 હજારની દંડ ફટકારતો હુકમ કરી હાલમાં જામીન ઉપર રહેલા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવા હુકમ કર્યો હતો.

આ કેસની વિગત જોઈએ તો વર્ષ 2015મા સુરેન્દ્રનગર મોરબી રૂટની બસ લઈ મોરબી આવી રહેલા સુરેન્દ્રનગરના રહેવાસી બસ ચાલક રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ સોલંકીની બસની સાઈડ કાપી ઘુંટુ નજીક રીક્ષા ચાલક આરોપી રહીમ યાસીનભાઈ સંઘવાણી, સિકંદર ઉર્ફે સિકલો સીદીકભાઈ સમા, અસલમ સીદીકભાઈ સમા અને અલરખાભાઈ સાંગલભાઈ કટિયા નામના આરોપીઓએ બસને ઉભી રખાવી હુમલો કરી ઇજાઓ પહોંચાડી ફરજમાં રુકાવટ કરતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

- text

આ અંગેનો કેસ નામદાર મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ શ્રી વિરાટ એ.બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા છ મૌખિક અને 10 દસ્તાવેજી પુરાવાઓ તેમજ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી.દવેની ધારદાર દલીલોને ધ્યાને લઇ ચારેય આરોપીઓને સાત વર્ષની કેદની સજા અને 10 હજારનો દંડ ફટકારી હલમાંઆ જામીન ઉપર રહેલા ચારેય આરોપીઓને જ્યૂડિશયલ કસ્ટડીમાં લેવા હુકમ કર્યો હતો.

- text