સરસ્વતી ભગવતી વિદ્યાલયનો વાર્ષિકોત્સવ ઉજવાયો 

- text


વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ઇનામ વિતરણ અને ધો.10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

મોરબી : સરસ્વતી ભગવતી વિદ્યાલય (બરવાળા હાઈસ્કૂલ)માં વાર્ષિક સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ઇનામ વિતરણ અને ધો. 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ વગેરે જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું.

આ સમારોહમાં ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રમુખ અને ટ્રસ્ટી જયંતીભાઈ પટેલ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.આ કાર્યક્રમો ઉપરાંત હાઈસ્કૂલમાં ઈંગ્લીશ ટીચર તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ દેત્રોજાના ત્રીજા પુસ્તક DEAR ENGLISH GRAMMAR (Std. – 10) નો વિમોચન પ્રસંગ પણ યોજવામાં આવ્યો હતો.આ પુસ્તક વિમોચન કાર્યક્રમનું સંચાલન જે. એ. પટેલ મહિલા કોલેજના નિવૃત્ત પ્રોફેસર ડો. ભાવેશ જેતપરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પુસ્તક વિશેની વિશેષ માહિતી મેળવવા માટે અને પુસ્તક ખરીદવા માટે ઓથોરાઈઝડ ડિસ્ટ્રીબ્યુટર ભારતી જનરલ સ્ટોર્સ – 94287 88365 તેમજ લેખક અશ્વિન દેત્રોજા – 99787 90909 નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text