મોરબીમાં બાકી ઇ-મેમોને લઈને 9મીએ રાષ્ટ્રીય લોક અદાલત

- text


મોરબી : મોરબી શહેરમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાના મોનીટરીંગ દરમ્યાન જે વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે. તેઓને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ), મોરબી દ્વારા ઈ-મેમા ઈશ્યુ કરવામાં આવી રહેલ છે. જે લોકો સમયસર ઈ-મેમાનો દંડ ભરપાઈ કરતા નથી તેઓને કોર્ટ દ્વારા નોટીશ પાઠવવામાં આવે છે. તેમજ ફોન દ્વારા પણ ઈ-મેમો ભરપાઈ કરવા જાણ કરવામાં આવે છે. તેમ છતાં ઘણા વાહન ધારકોએ બાકી દંડની રકમ ભરપાઈ કરેલ ન હોય જેથી, બાકી દંડની રકમની ભરપાઈ સારૂ તા.૦૯ માર્ચના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મોરબી દ્વારા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ તથા રાષ્ટ્રીય કાનુની રોવા સત્તા મંડળ ( નાલ્સા, સુપ્રિમ કોર્ટ) દિલ્હીના નેજા હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

જેથી બાકી દંડની ચુકવણી કરવા સારૂ નીચેના કોઈ પણ વિકલ્પમાંથી પસંદ કરી, તા.૦૯ માર્ચ સુધીમાં અથવા તે પહેલાં ભરી દેવા જણાવાયુ છે. (૧) ટ્રાફિક શાખા રૂમ નં-૧૧, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, જીલ્લા સેવા સદન કેમ્પસ, સો-ઓરડી સામે, મોરબી-૨, (૨) શનાળા પોલીસ ચોકી, ઉપરના માળે, છોટાલાલ પેટ્રોલ પંપની બાજુમાં, શનાળા રોડ, મોરબી-૧, (૩) મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન, ઠળવદ પોલીસ સ્ટેશન, ટેકારા પોલીસ સ્ટેશન, માળીયા મીયાણા પોલીસ સ્ટેશન, (૪) ડિસ્ટ્રીક કોર્ટ, જીલ્લા કાનૂની સેવા સતા મંડળ, બીજો માળ, મોરબી. (ફકત લોક અદાલત તા.૦૯/૦૩/૨૦૨૪ ના દિવસે જ ભરી શકાશે.) આ ચાર જગ્યાએ દંડની રકમ ભરી શકાશે. આ ઉપરાંત ઓનલાઈન

- text

https://echallanpayment.gujarat.gov.in ઉપર પણ ભરી શકાશે તેમ યાદીમાં જણાવાયુ છે.

- text