પરિવર્તન સંસારનો નિયમ, પદ આજીવન ન રહે : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ

- text


જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાના પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત શક્તિસિંહ ગોહિલએ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખના વિવાદ અંગે આપ્યું નિવેદન 

મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોર ચીખલીયાની વરણીને લઈને કોંગ્રેસ પક્ષમાંથી અનેક રાજીનામાં પડ્યા બાદ આજે કિશોર ચીખલીયાનો પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ સંમેલનમાં વિશાળ સંખ્યામાં લોકો હતા. જે જન સમર્થન છે. તે પ્રસંશનીય છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ અડીખમ અને મજબૂતીથી પક્ષની વિચારધારા સાથે છે. ભાજપની કામ કરવાની પદ્ધતિથી લોકોમાં ખૂબ નારાજગી છે. એમના કામના નામે અને કાર્યકર્તાઓના જોરે મતો મળે એમ નથી. ત્યારે ડર અને લાલચથી કેટલાક નેતાઓને તોડવાનો પ્રયત્ન કરે છે.પણ હું કોંગ્રેસના કાર્યકર્તાઓને અભિનંદન આપીશ તેઓ અડીખમ રીતે વિચારધારાને વળગીને રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ના તેમને ડરાવી શકે છે ના તો એમને ખરીદી શકે છે. અને એ જ તાકાત મોરબીમાં પણ જોવા મળે છે માટે સૌનો ખૂબ આભાર માનું છું.

વધુમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણી સામે રાજીનામાં પડવાની ઘટનાને લઈને પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે પરિવર્તન એ સંસસરનો નિયમ છે. હું પ્રદેશ પ્રમુખ છું. તો હું આજીવન ન રહું. પરિવર્તનને સ્વીકારી પક્ષની વિચારધારા સાથે કામ કરનારા અનેક લોકો હોય છે. ક્યારેય જેમને ખૂબ મળ્યું હોય છતાં એમની કેટલીક મજબૂરી પણ હોય, અથવા ભાજપના અનેક લાલચ અને કાવાદાવામાં કેટલાક સારા નેતાઓને પણ જવું પડ્યું હોય છે.

આ સમારોહમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, જાવેદભાઈ પીરજાદા, લલિતભાઈ કગથરા, લલિતભાઈ વસોયા, ઋત્વિક મકવાણા આ ઉપરાંત દરેક તાલુકા અને શહેર પ્રમુખ ઉપસ્થિત રહ્યાં હતા. યુવા કોંગ્રેસ , NSUI , કિસાન મોરચા, લઘુમતી ટીમ, મહિલા મોરચા આ તમામ હાજર રહ્યાં હતા.


કોંગ્રેસમાં સત્તા પડાવી લેવાનો સંઘર્ષ નથી, સેવાની સાધના છે 

પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે સારા વ્યક્તિઓ હોય છે અને ભાજપમાં ગયા પજી ઝીરો થાય છે એવા અનેક દાખલાઓ હોય છે. હું કોંગ્રેસના મિત્રોને વિનંતી કરીશ કે આવો સાથે મળીને કામ કરીએ, સતા પડાવી લેવાનો સંઘર્ષ નથી. આ સેવાની સાધના છે. ગુજરાતના લોકોનો પ્રેમ આશીર્વાદ અને સમર્થન માટે સતા મળે તો એ લોકકલાયણ માટેની સાધના છે. તેમાં માટેનો યજ્ઞ છે. જેમાં બધા જોડાઈ તેવી આશા છે.


ભાજપે જે નેતાની ટીકીટ કાપી, તેનામાં શુ અવગુણ હતા તે જાહેર કરવા જોઇએ

પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપના જે સાંસદોની ટીકીટ કપાઇ છે તેના વિશે કહ્યું કે ભાજપે તેના કારણો આપવા જોઈએ. જે નેતાઓને વાપરીને મૂકી દેવામાં આવ્યા એના વિશે પણ કહેવું જોઈએ. અથવા તો એનામાં એવા શુ અવગુણ હતા તેમને જાહેર કરવા જોઈએ. બહારથી લાવીને અહીંના નેતાને કાપવામાં આવે તેના કારણો જણાવવા જોઈએ.


કોંગ્રેસ શક્ય તેટલા વહેલા ઉમેદવારો જાહેર કરશે

પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે રાજ્યમાં કોંગ્રેસે લોકસભાને લઈને કસરત પુરી કરી દીધી છે. સ્ક્રીનિંગ કમિટીની બેઠક પણ થઈ ગઈ છે. યોગ્ય સમયે ઉમેદવારો તબક્કા વાર જાહેર થતા રહેશે.મોટા ભાગના રાજ્યોમાં ઇન્ડિયા ગઠબંધનની સીટોની વહેંચણી અને ગોઠવણી પૂર્ણ થઈ ગઈ છે. શક્ય તેટલા વહેલા ઉમેદવારોની જાહેરાત થશે.


65 ટકા મત ભાજપ વિરુદ્ધ પડતા છતાં તે રાજ કરતું, એટલે ઇન્ડિયા ગઠબંધન બન્યું

પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે આખા દેશમાં 65થી 67 ટકા મત ભાજપ વિરુદ્ધ હોય, માત્ર 32થી 33 ટકા મતમાં તેઓ રાજ કરતા હતા. ત્યારે દેશના હિતમાં અને સવિધાન બચાવવા માટે ભાજપ વિરુદ્ધના મતો વહેંચાય નહિ તે માટે ઇન્ડિયા ગઠબંધન બનાવવામાં આવ્યું છે. તેમાં નેતાઓને પરેશાન કરવાના, તોડવાના સતાના અનેક દુરુપયોગ કરીને અને લોકશાહીમાં જે ન ઉપયોગ કરવી જોઈએ તેવી પ્રક્રિયાનો ઉપયોગ કર્યો.

- text


- text